બંધારણ

ઠરાવ - ૧

ઠરાવ - ૨

ઠરાવ - ૩

ઠરાવ - ૪

ઠરાવ - ૫

ઠરાવ - ૬

બંધારણ

(૧) આ સંસ્થા નું નામ કચ્છ આહિર મંડળ રહેશે

(૨) કાર્યક્ષેત્ર - બ્રહદ કચ્છ રહેશે જેનું મુખ્ય સ્થળ અંજાર મુકામે વસંતવાડી રહેશે.

(૩) ઉદેશ – આહિરોમાં એકતા જાળવવી, ઉચ્ચ કેળવણી તેમજ બોર્ડિગ બનાવવી, બોર્ડિંગ ચલાવવી તેમજ સામાજિક સુધારા વધારા કરવા તેમજ જ્ઞાતિહિત ના તમામ કાર્યો કરવાં.

(૪) મંડળની કાર્યવાહક સમિતિ ૨૧ એક્વીસ જણાની રહેશે જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચીનો સમાવેશ થાય છે. ઉપર મુજબના હોદેદારો કાર્યવાહક સમિતિ ચુટશે.

(૫) કાર્યવાહક સમિતિની સભા વર્ષમાં બે વખત બોલાવવામાં આવશે.જેનું ક્રોરમ ૧/૪ ની હાજરીથી પૂરું ગણવામાં આવશે.

(૬) મંડળની સામાન્ય સભા વર્ષમાં એક વખત બોલાવવામાં આવશે.

(૭) સામાન્ય સભાના સભ્યો જેવા કે આશ્રયદાતા, સંરક્ષક સભ્ય, શુભેચ્છક સભ્ય, આજીવન સભ્ય અને સામાન્ય સભ્યને ગણવામાં આવશે.

(૮) આશ્રયદાતા એકી સાથે રૂ. ૨૦૦૧/- આપનાર, સંરક્ષક સભ્ય એકી સાથે રૂ. ૧૦૦૧/- આપનાર, શુભેચ્છક સભ્ય એકી સાથે રૂ.૫૦૧/- આપનાર, આજીવન સભ્ય એકી સાથે રૂ.૨૦૧/- આપનાર, સામાન્ય સભ્ય એકી સાથે રૂ.૧૦૧/- આપનાર ગણવામાં આવશે.

(૯) આ મંડળનુ ખાતું “સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિઆ” ની અંજાર શાખા માં રાખવામાં આવશે.

(૧૦) નાણાકીય લેવડ-દેવડ માટે કારોબારીમાંથી ચુટાયેલા બે સભ્યો પેકી ૧ એક તથા પ્રમુખશ્રી એમ બેની સહીથી પૈસા લેવડ-દેવડ કરી શકશે.

(૧૧) કારોબારી સમિતિ બોલાવવા માટે ૧૫ પંદર દિવસ અગાઉથી જણાવવામાં આવશે.

(૧૨) સામાન્ય સભા બોલાવવા માટે એક માસ પહેલા જાણ કરવામાં આવશે. આ સભા બોલાવવા માટે મંત્રી તથા પ્રમુખની સહીથી બોલાવવમાં આવશે.

(૧૩) સંજોગોવસાત કારોબારી સમિતિ અથવા સામાન્ય સભા પ્રમુખ બોલાવી શકશે.

(૧૪) સાધારણ સભા બોલાવવા માટે ૧/૫ સભ્યોની વિનતીથી પ્રમુખ બોલાવી શકાશે.

(૧૫) મંડળનું હિસાબીવર્ષ પહેલી જુન થી ૩૧મે સુધી નું રહેશે.

(૧૬) મંડળ નું ઓડીટ અકાઉટન્ટ મારફતે કરવામાં આવશે, જેનો અહેવાલ સાધારણ સભામાં રજુ કરવામાં આવશે.

(૧૭) આશ્રયદાતા સંરક્ષક સભ્ય, શુભેચ્છક સભ્ય, આજીવન સભ્યોના ફોટાઓ સંસ્થાના ખર્ચે બનાવી આહીર ભવનમાં રાખવામાં આવશે.

(૧૮) કારોબારી સમિતિના અધિકારો : બોર્ડીંગ ચલાવવી , બોર્ડીંગના મકાનો બાંધવા તેમજ આહીર ઉતારો (ધર્મશાળા) સભાગૃહ વગેરેના અધિકારો આપવામાં આવશે. તેમજ અન્ય તમામ અધિકારો આપવામાં આવે છે.

(૧૯) આહીર મંડળ ના ટ્રસ્ટીઓ કાયમના કારોબારીના સભ્યો ગણવામાં આવશે.

ઠરાવ મુકનાર : ખીમજીભાઈ જેસંગભાઈ

ટેકો આપનાર : લખમણભાઈ પુંજાભાઈ