કચ્છ આહીર મંડળ ઇતિહાસની તવારીખ
          અંજાર શહેરની મધ્યમાં આવેલી આહીર બોડીંગ આજે ૫૦ વર્ષે પૂર્ણ કરી રહી છે. આજે આ બોર્ડીંગમાં ઉચ્ચતર આધુનિક સુવિધાઓ સાથે આહીર વિદ્યાથીઓ શિક્ષણ મેળવી રહયા છે તે જોઇને આ સંકુલની સ્થાપનામાં પોતાનું યોગદાન આપનારા સમાજના વડીલો પ્રત્યે વર્તમાન યુવા પેઢી ગૌરવ અનુભવે છે.

          અંજાર આહીર બોર્ડીંગની સ્થાપના ઇતિહાસ ઉપર એક નજર કરીએ. ૨૪/૬/૧૯૬૬ ના રોજ અંજારના ટાઉનહોલમાં આહીર સમાજના અગ્રણી સ્વ. ખીમજીભાઈ જેસંગભાઈ આહીર દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં સમાજમા શિક્ષણનો વ્યાપ વધારવાનાં હેતુ સાથે કચ્છ આહીર બોર્ડીંગ નામની હોસ્ટેલ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. ૫૦ વર્ષ બાદ આ દિવસ કચ્છના આહીર સમાજ માટે સુવર્ણ અક્ષરે અંકિત થઇ ગયો છે.

          આજે અંજાર શહેરની મધ્યમાં આઠ એકરમાં ફેલાયેલી આહીર બોર્ડીંગની કીમત કરોડોમાં પહોચી ગઈ છે.પરંતુ કચ્છ આહીર મંડળના વર્ષો જુના ઠરાવ બુકમાં વાંચતા માલુમ પડે છે કે વડીલોને આ બોર્ડીંગની જમીન ખરીદવા માટે પણ રૂ ૩૦,૦૦૦/- ની લોન લેવાની જરૂર પડી હતી.શરૂઆતમાં ખીમજીભાઈ જેસંગભાઈ, રાધુભાઇ હમીરભાઈ, દેવરાજભાઈ કાનાભાઈ, રણધીરભાઈ દાનાભાઈ, ભારુભાઈ રૂડાભાઈ, મેપાભાઈ માંડણભાઈ આહીર દ્વારા પાંચ-પાંચ હજારની મદદ કરવામાં આવી હતી.વડીલોને આ રકમમાંથી ‘વસંતવાડી’ ની ખરીદી કરી તેમાં હયાત જુના મકાનમાં ૧૬-વિદ્યાથીઓ સાથે બોર્ડીગનું પ્રથમ સત્ર શરુ કરવામાં આવ્યું હતું.

          સ્થાપક પ્રમુખ શ્રી ખીમજીભાઈ જેસંગભાઈ આહીર હતા. તેમના પછી સ્વ.શ્રી સવાભાઇ પુંજાભાઈ આહીર, શ્રી વેલજીભાઈ બીજલભાઈ હુંબલ, શ્રી વાસણભાઈ ગોપાલભાઈ આહીર, શ્રી લાલજીભાઈ પરબતભાઈ ચાવડા, શ્રી હમીરભાઈ રૂડાભાઈ બરારીયા, સ્વ.શ્રી તેજાભાઈ મેમાભાઇ આહીર, શ્રી શામજીભાઈ નારણભાઈ આહીર, શ્રી શામજીભાઈ તેજાભાઈ આહીર, રાણાભાઇ મહાદેવાભાઈ આહીર અને વર્તમાન પ્રમુખ શ્રી બાબુભાઈ ભીમાભાઇ હુંબલ આ દરેકનો સહયોગ અને ફાળો આહીર બોર્ડીંગ અને કચ્છ આહીર મંડળના વિકાસમાં ફાળો રહેલ છે.

          સૌથી વધારે વિકાસ શ્રી રાણાભાઇ આહીર ના પ્રમુખ સ્થાને થયું હતું. તેમના સમયગાળા દરમિયાન ૫૪ નવા રૂમો અને મુરલીધર વિદ્યા મંદિરની શરૂઆત થઇ હતી.

          ત્યારબાદ તા.૨૦/૫/૧૯૭૨ ના રોજ આ બોર્ડીંગમાં ૧૦-નવા રૂમોનું ઉદઘાટન તે વખતના પ્રમુખ ખીમજીભાઈ જેસંગભાઈ આહિરના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજ સુધી આ શૈક્ષણીક સ્કુલની પ્રગતી રાજ્યની કુંવરીની જેમ રાતદિવસ વધ્યા જ કરે છે. ૨૦૦૬ માં આ સ્કુલમાં જ કચ્છ આહીર મંડળ દ્વારા શ્રી મુરલીધર વિદ્યા મંદિરના નામની માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળા શરૂ કરવામાં આવી છે. હાલમાં ૭૪ રૂમ ધરાવતી બોર્ડીંગમાં ૮૦૦ વિદ્યાથીઓ અભ્યાસ કરી રહયા છે. આ બોર્ડીંગની વિશેષતા એ છે કે સૌ પ્રથમ જે જુના મકાનમાં હોસ્ટેલ શરૂ થઇ હતી તે મકાનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ રોકાણ કરી ચુક્યા છે.

          વર્ષ ૨૦૧૪ માં કચ્છ આહીર મંડળના વર્તમાન પ્રમુખ બાપુભાઈ હુંબલ દ્વારા પહેલ કરી ભાડાની સ્કૂલ લઈએ ભુજોડી ખાતે આહિર કન્યા વિદ્યાલય અને હોસ્ટેલ ની શરૂઆત કરવામાં આવી.જેમાં ૪૦૦ વિદ્યાથીનીઓ અભ્યાસ કરે છે. ભુજોડી કન્યા વિદ્યાલય માં પ્રથમ વર્ષમાં જ બોર્ડની પરીક્ષામાં ૧૦૦% પરિણામ મેળવી સમાજનું ગૌરવ વધારયું છે