બંધારણ

ઠરાવ - ૧

ઠરાવ - ૨

ઠરાવ - ૩

ઠરાવ - ૪

ઠરાવ - ૫

ઠરાવ - ૬

વસંત વાડી, અંજાર. (કચ્છ)

તા ૨૪/૨૫-૬-૬૬

          કચ્છ જિલ્લાના મછુઈઆ, પ્રાંથળીઆ, સોરઠીઆ, બોરીચા, ચોરાળા વિગેરે સર્વ શાખા આહીરોનું એક સર્વ પ્રથમ એતિહાસિક સંમેલન સૌરાષ્ટ્રના આહીર અગ્રણી શ્રી રામભાઈ કાળાભાઈ ( જામનગર-પ્રમુખ, હાલાર આહિર મંડળ ) ના પ્રમુખપદે અંજારમાં સરદાર પટેલ ટાઉન હોલમાં બે દહાડા માટે મલ્યું હતું. આ સંમેલન અંજાર,ભચાઉ, ભુજ, મુંદ્રા વિગેરે તાલુકાના સો જેટલા ગામડાના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

          ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીના સ્તવન અને પૂજાથી સંમેલનની કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. સંમેલનમાં પ્રમુખ માટે શ્રી ખીમજીભાઈ જેસંગભાઈ ( પ્રમુખ કચ્છ આહિર મંડળ ) એ શ્રી રામભાઈ કાળાભાઈની દરખાસ્ત મૂકી હતી અને તેને શ્રી અરજણભાઈ ખેંગારભાઈ ડાંગરે (નાની બરારવાલા) ટેકો આપ્યો હતો તાળીઓના ગડગડાટ વચ્ચે શ્રી રામભાઈ એ પ્રમુખ સ્વીકાર્યું હતું.

          ત્યારબાદ આ સંમેલનનું ઉદઘાટન કરવા શ્રી ખીમજીભાઈ જેસંગભાઈએ સૌરાષ્ટ્રના આગેવાન શ્રી દેઆંનદભાઈ નથુભાઈ ને વિનંતી કરી હતી અને શ્રી દેઆનંદભાઈ એ સમાજ ની આબાદી, પ્રગતીની જયોતિ એકતા, અને શિક્ષણના દિવેલથી સદાને માટે જલતી રાખવાનો અનુરોધ કરીને સંમેલન ઉદઘાટન કર્યું હતું.

          ત્યારબાદ આ સંમેલનમાં નીચેના ઠરાવો સર્વાનુમતે પસાર થયા હતા આજ રોજ સમસ્ત કચ્છના આહિરો જેવા કે મછુઈઆ, પ્રાંથળીઆ, સોરઠીઆ, બોરીચા, ચોરાડાની એક સભા રામભાઈ કાળાભાઈ જામનગરવાળાના પ્રમુખસ્થાને અંજાર ટાઉન હોલ માં મળી, જેમાં નીચે મુજબના સર્વાનુમતે મંજુર કરવામાં આવે છે.

ઠરાવ - ૧

          સમસ્ત આહિરની ઉન્ન્તી અને સગઠન માટે ઉચ્ચ કેળવણીનો પ્રચાર કરવા, આહિર જ્ઞાતિના હિત માટે એક મંડળ સ્થાપવાનું નક્કી કરવામાં આવે છે. આ મંડળનું નામ કચ્છ આહિર મંડળ રાખવામાં આવે છે. જેનું બંધારણ નીચે મુજબ સર્વાનુમતે મંજુર કરવામાં આવે છે.