બંધારણ

ઠરાવ - ૧

ઠરાવ - ૨

ઠરાવ - ૩

ઠરાવ - ૪

ઠરાવ - ૫

ઠરાવ - ૬

ઠરાવ - ૬

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપણી આહીર બોર્ડિગ માટે વસંત વાડી રૂ. ૩૦૦૦૦/- ત્રીસ હજારના ખર્ચે જે લેવામાં આવી છે. તે આ સભા સર્વાનુમતે બહાલી આપે છે.

ઠરાવ મુકનાર : હીરજીભાઈ જશાભાઈ

ટેકો આપનાર : ખીમાભાઈ હમીરભાઈ

ઠરાવ - ૭

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપણી આહીર પ્રગતિને રૂધનાર શાખાભેદ (વાડાબંધી) નાબુદી કરવાનું સર્વાનુમતે મંજુર કરવામાં આવે છે.

ઠરાવ મુકનાર : ખીમજીભાઈ જેસંગભાઈ

ટેકો આપનાર : લખમણભાઈ પુંજાભાઈ

ટેકો આપનાર : હીરજીભાઈ જસાભાઈ

ટેકો આપનાર : નથુભાઈ નાગદાનભાઈ

ટેકો આપનાર : રણધીરભાઈ આલાભાઇ

ટેકો આપનાર : દેવાનંદભાઈ નાથુભાઈ

ઠરાવ - ૮

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપણી આહીર જ્ઞાતિના કલંકરૂપે કન્યાવિક્રય નાબુદ કરી સાચાં કન્યાદાન આપવામાં આવે એવું સર્વાનુમતે ઠરાવવમાં આવે છે.

ઠરાવ મુકનાર : મેઘજીભાઈ વાસણભાઈ

ટેકો આપનાર : મેમાભાઇ સવાભાઇ

ઠરાવ - ૯

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે અંજાર મુકામે આપણી આહીર બોર્ડીંગ ચલાવવા માટે તેની નાણાકીય જોગવાઈ માટે કચ્છભરના તમામ અહિર ભાઈ-બહેનો નાનાં-મોટા સર્વેને વિનંતી કરવામાં આવે છે કે સૌ વાર્ષિક એક રૂપિયો દાન (બક્ષિસ) આ સંસ્થાને આપે તેવું સર્વાનુમતે ઠરાવવમાં આવે છે.

ઠરાવ મુકનાર : મેપાભાઈ માનણભાઈ

ટેકો આપનાર : હીરજીભાઈ જશાભાઈ

ઠરાવ - ૧૦

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપણા કાલાં તથા અનાજ વહેચવા જે અંજારમાં આવે છે તે અનાજ આપણી વસંતવાડી માં વહેચાય એમ સર્વાનુમતે મંજુર કરવામાં આવે છે.

ઠરાવ મુકનાર : દેવરાજભાઈ કાનાભાઈ

ટેકો આપનાર : રાધુભાઈ હમીરભાઈ