બંધારણ

ઠરાવ - ૧

ઠરાવ - ૨

ઠરાવ - ૩

ઠરાવ - ૪

ઠરાવ - ૫

ઠરાવ - ૬

ઠરાવ - ૧૫

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપણી વસંતવાડીના મકાન ઉપર આહિર ભવનના નામનું બોર્ડ લગાવવું.તેમજ તે મકાન ની અંદર સુધારા-વધારા, રીપેરીંગ,ઈલેક્ટ્રીકસીટી ફીટીંગ નખાવવી તેમજ જોઈતી તમામ સગવડૉ કરવી. તેની સતા પ્રમુખશ્રીને આજથી આપવામાં આવે છે.

ઠરાવ મુકનાર : મુલજીભાઈ મેઘજીભાઈ

ટેકો આપનાર : લખમણભાઈ પુંજાભાઈ

ઠરાવ - ૧૬

          આજની આ સભા સર્વાનુમતે ઠરાવે છે કે આપણું આ આહિર મંડળ આજથી બોર્ડીંગ શરૂ કરવાની અનુમતિ આપે છે. જેની અંદર ૨૫ પચ્ચીસ વિધાથીઓ માટે પલંગ, ગાદલાં, તકીયા રજાઈ વગેરે જોઈતા સાધનો તેમજ તેના વહીવટ માટે મંત્રી- ગૃહપતિ રસોયા-કામવાળી-પગી વગેરેને પગારદાર રોકવાનું સર્વાનુમતે ઠરાવે છે.બોર્ડીંગમાં દાખલ થનાર વિધાથીર્ઓ પાસે થી કેટલી ફી લેવી તે સતા પ્રમુખશ્રીને આજથી સર્વાનુમતે આપવામાં આવે છે.

ઠરાવ મુકનાર : લખમણભાઈ પુંજાભાઈ

ટેકો આપનાર : હીરજીભાઈ જશાભાઈ

ઠરાવ - ૧૭

          આજની આ સભા સર્વાનુમતે દર્શાવે છે કે અખીલ ભારતીય યાદવ સંઘના નેતા શ્રી બીહારીશંકર દયાલાના દુઃખદ અવસાન બદલ શોક વ્યકત કરે છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી આશા પ્રદર્શિત કરે છે.

ઠરાવ મુકનાર : પ્રમુખ સ્થાનેથી

ટેકો આપનાર : ખીમજીભાઈ જેસંગભાઈ          તા. ૨૪/૨૫-૬-૬૬ ની બે દિવસની કાર્યવાહીમાં ઉપર મુજબના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ નીચે મુજબના ભાઈઓએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. અર્જુનભાઈ ખેગારભાઈ ડાંગર નાની બરારવાળાને પોતાની જોશીલી ભાષામાં જણાવ્યું હતું કે બાળલગ્ન અને કન્યાવિક્રય નાબુદ કરો. ત્યારબાદ વસંતભાઈ લખમણભાઈ સતાપરવાળાએ જ્ઞાતિ ભાઈઓના હિતને લક્ષી કેળવણીનો અનુરોધ કર્યો હતો.

          જીવરામભાઈ પેથાભાઈ હડિયા-અંજારવાલાએ શ્રી કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી પ્રવચન કર્યું હતું. નવયુવાન કલ્યાણભાઈ કાનજીભાઈ આહિરે ( ઇન્ટર કોમર્સ ) એકતા થી અને કેળવણી થી થતા લાભો વિષે જણાવ્યું હતું. ધનજીભાઈ કરસનભાઈ એ વાડાબંધી નાબુદી અંગે બે શબ્દો કહી અનુરોધ કર્યો હતો. અંતમાં રામભાઈ ચાડ કોટાયવાળાએ પોતાની ગામડીઆ ભાષા માં જોરદાર ભાષણ કરી જ્ઞાતિના ભાઈઓને હાકલ કરી કે તમો એક થાઓ. જેથી આપણે સામાજિક આર્થીક તેમજ રાજકીય પશ્નો ઉકેલી આપણે ગૌરવ અનુભવીએ. અંતે પ્રમુખશ્રીએ આભાર વિધિ કરી સભાનું વિસર્જન કર્યું હતું.